એક ઈલેક્ટ્રોન (સ્થિર દળ $m_0$) $0.8\ c$ ની ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે આ ઝડપથી ગતિ કરે ત્યારે તેનું દળ કેટલું થાય?
$m_0$
$m_0/6$
$5m_0/3$
$3m_0/5$
$1\,cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\,nm$ તરંગલંબાઈ અને $0.5\, W/cm^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેના પર લાગતું બળ શોધો. આપાત પ્રકાશ વર્તુળાકાર સપાટીને લંબ છે. (અથડામણ સંપૂર્ણ અસ્થિતસ્થાપક)
વ્યવહારમાં એવાં દ્રવ્યો છે જેઓ ટૂંકી તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે છે. શું એવા સ્થાયી પદાર્થો મળી શકે જેઓ વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી ઓછી તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે ?
એક લેસર પુંજ $(\lambda = 633\ nm)$ નો પાવર $3\ mW$ છે. જો તેના આડછેદ નું ક્ષેત્રફળ $3\ mm^2$ હોય તો આ સ્તંભ વડે સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે આ સંપૂર્ણ પરાવર્તક છે અને સામાન્ય પ્રકાશ આપાત થાય છે.)
ફોટોનની ઊર્જા $10\,eV$ છે. તો તેનું વેગમાન $.............$
$100\ W$ ક્ષમતા ધરાવતા એક ઈલેક્ટ્રિક બલ્બ દ્વારા દર સેકન્ડે $410\ nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન ઉત્સર્જિત થાય છે, તો ફોટોનની સંખ્યા ...... હશે. $(h = 6 × 10^{-34} J . s, c = 3 ×10^8 ms^{-1})$