વિધુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિધુતક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો સમજાવો.
જો સપાટીને લંબરૂપે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E } ન$ હોય તો સપાટીને સમાંતર વિદ્યુતક્ષેત્રનો ઘટક અશૂન્ય હોય તેથી સપાટી પરના મુક્ત વિદ્યુતભારો કંઈક બળ અનુભવે તેથી ગતિ કરવા લાગે. તેથી સુવાહક સ્થાયી સ્થિતિમાં ન રહે.
આથી, સ્થાયી સ્થિતિમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ નો કોઈ સ્પર્શીય ધટક (સપાટીને સમાંતર ઘટક) ન હોવો જોઈએ.
તેથી વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિતવિદ્યુતક્ષેત્ર સપાદીને દરેક બિદુએ લંબ હોવું જ જોઈએ જે આકૃતિમાં દર્શાવ્યું છે.
(જે સુવાહક માટે વિદ્યુતભારની પૃઠધનતા શૂન્ય હોય તો તેની સપાદી પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.) $\left[\because 0=\frac{\sigma}{\epsilon_{0}}\right]$
ધાતુઓમાં સ્થિત વિધુતશાસ્ત્ર સમજાવો. બાહ્ય વિધુતક્ષેત્રમાં ધાતુઓને મૂકતાં થતી અસર સમજાવો
વિધુતક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતાં, બખોલમાં વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
સ્થિત વિધુત શિલ્ડિંગની આકૃતિ દોરીને સમજાવો.
અંદર ત્રિજ્યા $r_{1}$ અને બહારની ત્રિજ્યા $r_{2}$ ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિધુતભાર $Q$ છે.
$(a)$ કવચના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકવામાં આવે છે. કવચની અંદરની અને બહારની સપાટિઓ પર વિધુતભારની પૃષ્ઠઘનતા કેટલી હશે ?
$(b)$ જો કવચ ગોળાકાર ન હોય પર ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ ( જેમાં કોઈ વિધુતભાર નથી ) ની અંદરનું વિધુતક્ષેત્ર શૂન્ય છે ? સમજાવો.
વિધુતભારિત સુવાહકની સપાટી પર વિધુતક્ષેત્રનું સૂત્ર મેળવો.