વિધાન: નદીની સાપેક્ષે બે હોડી ના વેગ નું મૂલ્ય સમાન છે.બંને હોડીઓ એકજ સાથે એકબીજાની વિરુદ્ધમાં સામેના કાંઠે જુદા જુદા પથ પર ગતિ ચાલુ કરે છે.
કારણ: હોડીઓ માટે નદીને એકજ સમયે પાર કરવા માટે, નદીની સાપેક્ષે તેમના વેગ નો ઘટક પ્રવાહથી લંબ દિશામાં સમાન હોવો જોઈએ.
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પરંતુ કારણ સત્ય નથી
વિધાન અને કારણ બંને અસત્ય છે
એક બોટ નદીના બે સ્થળો વચ્ચેના અમુક અંતરને આવરી લે છે, જે નદી નીચે તરફ જવા $t$ સમય લે છે અને ઉપરની તરફ જવા $t_2$ સમય લે છે. બોટ દ્વારા સ્થિર પાણીમાં એ જ અંતરને આવરવા માટે કેટલો સમય લાગશે?
એક વ્યક્તિ સ્થિર પાણીમાં $4.0\; km/h$ ની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી $3.0\; km/h$ ની અચળ ઝડપથી વહી રહ્યું અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે?
એક બોટ $8\, km/h$ ના વેગ સાથે નદી પાર કરે છે. જો બોટનો પરિણામી વેગ $10\, km/h$ હોય, તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?
$A$ અને $B$ નો વેગ $\vec{v}_A=2 \hat{i}+4 \hat{j}$ અને $\vec{v}_B=3 \hat{i}-7 \hat{j}$ છે. $A$ ની સાપેક્ષે $B$ નો વેગ શું હશે?
$10 \,km\,h^{-1}$ ઝડપે પશ્વિમ દિશામાં એક વહાણ $A$ ગતિ કરે છે અને તેનાથી $100\;km$ દૂર દક્ષિણમાં રહેલું બીજું એક વહાણ $B$ ઉત્તર દિશામાં $10\,km\,h^{-1} $ ની ઝડપે ગતિ કરે છે. કેટલા સમય ($hr$ માં) પછી તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે?