ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્ય કબાહ્યકીય (Outer Cortical) અને અધિસ્તરીય સ્તરો પર દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષક કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વધુનશીલ પેશી બને છે. તેને ત્વક્ષીય એધા કે ત્વધા (Cork Cambium or phellogen) કહે છે.

ત્વક્ષેધા હંમેશાં બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે. ત્વધા બંને બાજુએ કોષો ઉમેરે છે.

બહારના કોષો છાલ કે ત્વક્ષા (Cork or Phellem)માં વિભાજિત થાય છે. જયારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપ-ક્ષા (Secondary Cortex or Phelloderm)માં વિભાજિત થાય છે.

સુબેરિનની જમાવટને કારણે વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ બને છે.

દ્વિતીય બાહ્યકના કોષો મૃદુતકીય છે.

ત્વક્ષેધા (Phellogen), ત્વક્ષા (Phellem) ઉપત્વક્ષા (Phelloderm) એકત્રિત થઈને બનતી રચનાને બાહ્યવહક (Periderm) તરીકે ઓળખાય છે.

ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે પરિઘવર્ત પ્રદેશ તરફ વધાથી બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે.

Similar Questions

.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.

વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?

એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.

ત્વક્ષૈધાનો બહારનો ભાગ ..........છે.

નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?