સૂર્યમુખી પ્રકાંડની આંતરિક રચનાના પ્રકારો વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સૂર્યમુખી એકવર્ષાયુ વનસ્પતિ છે અને તે શાકીય પ્રકાંડ ધરાવે છે.

સૂર્યમુખીના અભિરંજિત કરેલ તરુણ પ્રકાંડના છેદનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરતાં તેમાં નીચે પ્રમાણેની રચના જોવા મળે છે : (1) અધિસ્તર (Endodermis), (2) બાહ્યક (Cortex), (3) મધ્યરંભ (Stele).

$(1)$ અધિસ્તર (Endodermis) : અધિસ્તર એ સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે. તે એકસ્તરીય અને મૃદુત્તક કોષોનું બનેલું છે. આ કોષોની બાહ્યદીવાલ ઉપર ક્યુટિકલનું પાતળું પડ હોય છે. આ રસ્તરના કોષોમાંથી બહુકોષીય પ્રકાંડ રોમ ઉત્પન્ન થાય છે. કોષોની વચ્ચે પર્ણરંધ્રો હોય છે. વાતવિનિમયનું કાર્ય કરે છે.

$(2)$ બાહ્યક (Cortex) : બાહ્ય કમાં અધઃસ્તર, મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર એમ ત્રણ ભાગોનો સમાવેશ થાય છે.

$(i)$ અધઃસ્તર (Hypodermis) : અધિસ્તરની નીચે આવેલા ભાગને અધઃસ્તર કહે છે. અધઃસ્તર સ્થૂલકોણક પેશીનું બનેલું હોય છે. તેના ત્રણથી ચાર સ્તરો આવેલા છે. કોષોની દીવાલ પર સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ છે. આ પેશી આધાર અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે.

$(ii)$ મુખ્ય બાહ્યક (Main Cortex) : અધઃસ્તરની નીચે આવેલા આ ભાગને મુખ્ય બાહ્યક કહે છે. તે મૃદુત્તક પેશીનું બનેલું છે. તેમાં આંતરકોષીય અવકાશ વધુ પ્રમાણમાં હોય છે.

- કોષોની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે.

- આ પ્રદેશમાં રાળનલિકાઓ આવેલી હોય છે. પ્રત્યેક રાળનલિકા નાની અને જીવંત સ્રાવી કોષોથી વીંટળાયેલી હોય છે.

- મુખ્ય બાહ્યકના કોષો પાણી તેમજ ખોરાકનો સંગ્રહ કરે છે.

$(iii)$ અંતઃસ્તર (Endodermis) : બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતઃસ્તર કહે છે, તે એકસ્તરીય છે. કોષો મૃદુત્તકીય નળાકાર કે પીપ આકારના (Barrel shaped) હોય છે.

- કોષો કાંજીકણો ધરાવે છે તેથી આ સ્તરને કાંજીસ્તર કે મંડસ્તર (Starch Sheath) કહે છે.

$(3)$ મધ્યરંભ (Stele) : મધ્યરંભમાં પરિચક્ર, વાહિપુલો માં શુઓ અને મજ્જાનો સમાવેશ થાય છે.

$(i)$ પરિચક્ર (Pericycle) : અંતઃસ્તરની અંદર તરફ આવેલ ભાગ પરિચક્ર કહેવાય છે. તે બહુસ્તરીય છે અને એકાંતરે આવેલા દઢોત્તક અને મૃદુત્તક કોષોનું બનેલું છે. દઢોત્તક કોષો વાહિપુલની ઉપરની બાજુએ આવેલા હોય છે તેને કઠિન અધોવાહી કે બંડલટોપી કહે છે.

- પરિચક્રનો મૃદુત્તકીય કોષોનો ભાગ માંશુઓની ઉપર બાજુએ આવેલો છે.

$(ii)$ વાહિપુલો (Vascular Bundles) : સૂર્યમુખીના મધ્યરંભમાં $20-25$ ની સંખ્યામાં વાહિપુલો આવેલા છે. તેઓ એક વલયમાં ગોઠવાયેલા હોય છે.

- પ્રત્યેક વાહિપુલ સહસ્થ, એકપાર્થસ્થ અને વર્ધમાન પ્રકારનું હોય છે.

- વાહિપુલમાં જલવાહિનીનો વિકાસ અંતરારંભ હોય છે.

- વાહિપુલમાં અન્નવાહક, વર્ધનશીલ પેશી એધા અને જલવાહક પેશીનો સમાવેશ થાય છે.

- અન્નવાહક પેશી પરિધ તરફ અને જલવાહક પેશી કેન્દ્ર તરફ અને આ બંને વાહક પેશીઓ વચ્ચે વર્ષનશીલ પેશી હોય છે. આ એધાને પુલીય એધા (Fascicular Cambium) કહે છે. એધાની હાજરીને કારણે દ્વિતીય વૃદ્ધિ થઈ શકે છે.

અન્નવાહક પેશી (Phloem) : આ પેશી વાહિપુલની ઉપરની બાજુએ આવેલી હોય છે. અન્નવાહક પેશીમાં ચાલની નલિકા, સાથીકોષો અને અન્નવાહક મૃદુત્તક કોષો હોય છે.

Similar Questions

એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?

 એકદળી પ્રકાંડના વાહિપુલો માટે નીચેનામાંથી શું સાચું નથી? 

પ્રકાંડના અધિસ્તરમાં કઈ રચનાઓ આવેલી હોય છે ?

........પ્રકાંડની અંદરની તરફ આવેલાં પેશી કોષો અને બહારનાં વાતાવરણ વચ્ચે વાયુઓની આપ-લે નાં માર્ગ તરીકે કાર્ય કરે છે.

એકદળી પ્રકાંડમાં વાહિપૂલ