આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુલિઇક એસિડ વિશે માહિતી આપો.
સંતાનો તેમના પિતૃઓને સમરૂપ લક્ષણો દર્શાવે છે. મોટા ભાગના સજીવો નર અને માદા જન્યુઓના જોડાણથી સર્જાતા ફલિતાંડમાંથી ઉત્પન્ન થાય છે.
આનુવંશિક લક્ષણો માટે જવાબદાર દ્રવ્ય વિશે અગાઉ કોઈ સ્પષ્ટતા જોવા મળતી ન હતી.
મેન્ડલે, આ આનુવંશિક દ્રવ્યોને ‘કારકો' સ્વરૂપે દર્શાવ્યા હતા. લગભગ સો વર્ષ પછી આ આનુવંશિક દ્રવ્ય વિશે ખ્યાલ આવ્યો કે આ આનુવંશિક દ્રવ્ય રંગસૂત્રનાં રૂપે જોવા મળે છે.
રંગસૂત્રો મુખ્યત્વે ન્યુક્લિઓપ્રોટીન (nucleoprotein) ધરાવે છે. ન્યુક્લિઓ પ્રોટીન્સના બે ઘટકો જોવા મળે છે : $(1)$ ન્યુક્લિઇક એસિડ $(2)$ પ્રોટીન્સ.
આણ્વિક જીવવિજ્ઞાનમાં થયેલાં આધુનિક સંશોધનો દ્વારા પુરવાર થયું છે કે રંગસૂત્રોમાં રહેલું ન્યુક્લિઇક ઍસિડ વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે.
જૈવિક તંત્રોમાં બે પ્રકારના ન્યુક્લિઇક ઍસિડ જોવા મળે છે. દા.ત., ડિઑક્સિરિબોન્યુક્લિઇક ઍસિડ $(DNA)$ અને રિબોન્યુક્લિઇક ઍસિડ $(RNA).$
મોટા ભાગના સજીવોમાં $DNA$ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે પણ કેટલાક વાઇરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે $RNA$ જોવા મળે છે.
$RNA$ મોટા ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે.$RNA$નાં અન્ય કાર્યો પણ જોવા મળે છે. તે અનુકૂલકારક, સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં ઉભેરક અણુ તરીકે કાર્ય કરે છે.
સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$RNA$ માં થાયમીનને બદલે શું હોય છે?
વોટસન અને ક્રીક દ્વારા શોધવામાં આવેલ $DNA$ ની બેવડી કુંતલમય રચના એ .....છે.
નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?
$RNA$ માં આ ન હોય