આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ સ્થાયીત્વ ધરાવે છે. કારણ સહિત સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે એ હર્શી અને ચેઇઝના પ્રયોગો દ્વારા સ્થાપિત થયું.

$DNA$ અને $RNA$ વચ્ચેનો રાસાયણિક ભેદ $DNA$ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવા નીચેના માપદંડો જરૂરી છે :

$(i)$ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ (Raplication) બનાવવામાં સક્ષમ હોવો જોઈએ.

$(ii)$ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જો ઈએ.

$(iii)$ ઉદવિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરું પાડતી હોવી જોઈએ.

$(iv)$ ‘મેન્ડેલિયન લક્ષણો'નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.

જો બેઇઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને લક્ષમાં રખાય તો $DNA$ અને $RNA$ પ્રતિકૃત થઈ શકે છે. પ્રોટીન આ માટે અસફળ છે.

આનુવંશિક પદાર્થનું સ્થાયીપણું જરૂરી છે. જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થાય તે છતાં તે અપરિવર્તનીય રહે છે.

આ સ્થાયીપણું ગ્રિફિથના ‘રૂપાંતરણ સિદ્ધાંત'થી સ્પષ્ટ થાય છે. જેમાં ગરમીથી બૅક્ટરિયાનું મૃત્યુ થાય છે પણ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થતા નથી.

$DNA$ની બંને શૃંખલાઓને ગરમીથી અલગ કરાય તો પણ યોગ્ય પરિસ્થિતિમાં એકબીજા સાથે જોડાઈ જાય છે.

$RNA$ના પ્રત્યેક ન્યુક્લિઓટાઇડ પર $2'-OH$ પ્રતિ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે, તે $RNA$ ને અસ્થિર અને સરળતાથી વિઘટીત બનાવે છે.

$RNA$ની સાપેક્ષે $DNA$ રાસાયણિક દૃષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી છે. આમ, $DNA$ વધુ સારું. આનુવંશિક (genetic) દ્રવ્ય છે.

$DNA$માં યુરેસીલના સ્થાને થાઇમિન હોવાથી તેને વધુ સ્થાયીત્વ મળે છે.

$DNA$ અને $RNA$ બંને વિકૃતિ પામી શકે છે પણ $RNA$ અસ્થાયી અને ઝડપથી વિકૃતિ પામે છે. પરિણામે $RNA$ જીનોમ ટૂંકી જીવનઅવધિ ધરાવતાં વાઇરસમાં ઝડપથી વિકાસ અને વિકૃતિ પામે છે.

પ્રોટીન સંશ્લેષણ માટે $RNA$ સીધી જ સંકેત કરે છે તેથી તે સરળતાથી લક્ષણો અભિવ્યક્ત કરે છે, $DNA$ને પ્રોટીન સંશ્લેષણ માટે $RNA$ ઉપર આધાર રાખવો પડે છે.

આમ, $RNA$ અને $DNA$ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે પણ $DNA$ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગીપાત્ર છે. જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે $RNA$ વધુ સુયોગ્ય છે.

Similar Questions

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • [NEET 2014]

એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?

  • [AIPMT 1993]

નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?

કયો ઉત્સેચક બેક્ટેરીયલ રૂપાંતરણ પર અસર કરતો નથી ?