પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતર (Translation) ના તબક્કાઓની વિગતવાર ચર્ચા કરો.
ભાષાંતર એ એવી પ્રક્રિયા દર્શાવે છે કે જેમાં એમિનો ઍસિડના બહુલીકરણ (Polymerisation)થી પોલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે.
એમિનો ઍસિડનો ક્રમ પર $m-RNA$ આવેલા બેઇઝના અનુક્રમ પર આધાર રાખે છે.
એમિનો ઍસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે તેથી પહેલા તબક્કામાં એમિનો ઍસિડ $ATP$ ની હાજરીમાં સક્રિય થાય છે.
આ પ્રક્રિયાને $t-RNA$નું આવેશીકરણ (charging of $t-RNA$) અથવા $t-RNA$ એમિનો એસિલેશન કહે છે. આ બે આવેશિત $t-RNA$ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થાય છે.
કોષીય ફેક્ટરી જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે તે રિબોઝોમ છે. તે સંરચનાત્મક $RNAs$ અને $80$ વિભિન્ન પ્રોટીનથી બને છે, તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો ધરાવે છે : મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ.
જયારે નાનો પેટા એકમ $m-RNA$ સાથે સંકળાય છે ત્યારે $m-RNA$માંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે. મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે. જેનાથી એમિનો ઍસિડ જોડાઈને નજીક આવી, પોલિપેપ્ટાઇડ બંધ બનાવે છે.
રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્મરક $(23\, S \,r-RNA$ બૅક્ટરિયામાં ઉસ્સેચક - રિબોઝાઇમ) તરીકે વર્તે છે.
$m-RNA$માં ભાષાંતરણ એકમ (translational unit) $RNA$નો અનુક્રમ છે જેના છેડા પર પ્રારંભિક સંકેત $(AUG)$ તથા સમાપ્તિ સંકેત (stop codon) જોવા મળે છે જે પોલિપેપ્ટાઇડનું સંકેતન કરે છે. $m-RNA$માં કેટલાંક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત નથી થતા તેને ભાષાંતર રહિત વિસ્તાર (untranslated region $UTR$) કહે છે.
$UTR \,5'$ છેડા (પ્રારંભિક સંકેત પહેલા અને $3'$ છેડા (સમાપ્તિ સંકેત પછી) બંને પર આવેલ હોય છે જે ભાષાંતર પ્રક્રિયા માટે જરૂરી છે.
ભાષાંતર એ ઘટના છે જેમાં.......
ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે ?
$tRNA$નું એમિનો એસાઈલેશન ..... તરીકે ઓળખાય છે.
ભાષાંતર એ ઘટના છે જયાં - ........
ભાષાંતરની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો.