સ્વાસ્થ્યની 'સારી તરલ' વિશેની પરિકલ્પના કઈ રીતે ખોટી પુરવાર થઈ ?
સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી, જેમાં દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષો (humors)નું સંતુલન જળવાઈ રહેતું હતું. પ્રાચીન ગ્રીકના હિપ્પોકેટ્સ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ જ માનતું હતું.
એવું માનવામાં આવતું હતું કે, “કાળું પિત્ત' (blackbile) ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો. આ પ્રકારના તારણ પાછળ માત્ર શુદ્ધ વિચારધારા હતી. પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વેએ કરેલ રુધિર-પરિવહનની શોધ અને થરમૉમિટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું,
તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ” (good humor) વિશેની પરિકલ્પના ખોટી પુરવાર થઈ. પછીનાં વર્ષોમાં, જીવવિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
ધૂમ્રપાન દ્વારા થતા રોગો છે.
$I -$ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સર, $II -$ બ્રોન્કાઈટિસ
$III -$ એમ્ફિસેમા, $IV -$ કોરોનરી સંબંધી હદયનો રોગ,
$V$ - જઠરમાં ચાંદા પડવા
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.
એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?
વ્યસની જો કેફી પદાર્થોને ઇંજેક્શન દ્વારા લે, તો તેને કયા રોગ થવાની શક્યતા રહેલ છે? $(i)$ મૅલેરિયા $(ii)$ હાથીપગો $(iii)$ એઇડ્સ $(iv)$ ઝેરી કમળો
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા