- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
ટાઇફોઈડ વિશે સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
સાલ્મોનેલા ટાઈફી (Salmonella typhi) એ રોગકારક જીવાણુ છે જે મનુષ્યમાં ટાઇફૉઇડ (typhoid)નો તાવ પ્રેરે છે. સામાન્ય રીતે આ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે અને ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે.
આ રોગનાં સામાન્ય લક્ષણો સતત વધુ તાવ ($39^o$ સેથી $40^o$ સે), નબળાઈ, પેટમાં દુઃખાવો, કબજિયાત, માથું દુખવું અને ભૂખ ન લાગવી. તીવ્રતાની સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણાં પડવા અને મૃત્યુ પણ સંભવિત છે. આ રોગનું નિદાન વિડાલ ટેસ્ટ (Widal Test) દ્વારા થાય છે.
મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મેરી મેલોન (Mary Mallon) છે. જેમનું ઉપનામ ટાઇફૉઇડ મેરી છે. જે વ્યાવસાયિક રીતે રસોયણ હતી અને તેણીના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યા.
Standard 12
Biology