- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
easy
ન્યુમોનિયા રોગ વિશે સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની (Streptococcus pneumoniae) અને હીમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા (Haemophilus influenzae) જેવા જીવાણુ મનુષ્યમાં ન્યુમોનિયા (pneumonia) પ્રેરવા માટે જવાબદાર છે.
જે ફેફસાંમાંના વાયુકોષ્ઠો (હવાભરેલી કોથળીઓ)ને સંક્રમિત કરે છે. જેને પરિણામે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાતા, શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. આ રોગનાં લક્ષણોમાં તાવ, ઠંડી, કફ અને માથું દુખવું વગેરે છે. તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે.
સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલાં બિંદુકો (droplets) અથવા એરોસોલ્સ (વાયુવિલયો-aerosols) શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિનાં ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે.
Standard 12
Biology