પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીતે વિચારી શકો છો કે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઊર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર (ભક્ષક અને ભક્ષ્ય predator and prey) વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ વાઘ (tiger) અને હરણ (deer)નું ઉદાહરણ સહેજે જ આપણા મગજમાં આવે છે, પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી (sparrow) પણ પરભક્ષીથી ઓછી નથી.
તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળાં પ્રાણીઓને તૃણાહારીઓ (શાકાહારીઓ)ના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી.
પોષક સ્તરો સુધી ઊર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય, પરભક્ષીઓ એક બીજી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે. તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો શિકારજાતિઓની વસ્તીગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસનતંત્રમાં અસ્થિરતા (instability) આવી જાય. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ (exotic species) લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી ફેલાઈ (પ્રસરાઈ) જાય છે;
કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિ (invaded land)માં તેના કુદરતી પરભક્ષીઓ નથી હોતા. 1920ની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા (Australia)માં લાવવામાં આવેલ ફાફડાથોરે (prickly pear cactus) ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્ર(rangeland)માં ઝડપથી ફેલાઈને તબાહી (havoc) મચાવેલી. છેવટે, ફાફડાથોર ખાનાર પરભક્ષી (એક પ્રકારનું ફૂદુ-moth)ને તેના પ્રાકૃતિક આવાસ ઑસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક (invasive) ફાફડા થોરને નિયંત્રિત કરી શકાય. કૃષિજંતુ (agricultural pest)ના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ (Biologicalcontrolmethods) શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે.
પરભક્ષીઓ. સ્પર્ધા કરતી (સ્પર્ધકો શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. અમેરિકાના પ્રશાંત મહાસાગરિય કિનારા (American Pacific Coast)ના પથરાળ (ખડકાળ-rocky) આંતરજુવાળિય (ભરતીયુક્ત-intertilal) વિસ્તારના સમુદાયોમાં તારામાછલીની એક જાતિ પાઇસેસ્ટર (starfishpisaster) એક મહત્ત્વપૂર્ણ પરભક્ષી છે.
પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એકબંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની દસ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત (extinct) થઈ ગઈ.
જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ (too efficient) છે તથા તેના શિકારનું અતિશોષણ (overexploits) કરે છે ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યાર બાદ તેને અનુસરતાં ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જશે. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર (prudent) છે.
પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ (defenses) કેળવી લીધું છે. કીટકો અને દેડકાઓ (insects and frogs)ની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન-cryptically coloured (રંગઅનુકૃત-camouflaged) હોય છે. કેટલીક શિકારજાતિઓ ઝેરી (poisonous) હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે કે ખાતા નથી.
અંડ પરોપજીવનનું ઉદાહરણ છે.
વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.
એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.
ખોરાક, પ્રકાશ અને અવકાશ માટે સ્પર્ધા તીવ્રતા રીતે $....$ વચ્ચે જોવા મળે છે.
કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ યુક્કા વન | $(i) \,(+, 0)$ |
$(b)$ ઓર્કિડ | $(ii)\, (+, -)$ |
$(c)$ હર્મિટ કરચલો | $(iii)\, (+, +)$ |
$(d)$ પ્લાઝમોડીયમ | $(iv)\, (+, +)$ |