- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
'' માપનની ચોકસાઈ, નિરપેક્ષ ત્રુટિ વડે નહિ પરંતુ પ્રતિશત ત્રુટિ વડે જ નક્કી કરી શકાય છે.” આ વિધાન સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ધારો કે એક જ વર્નિયર કેલિપર્સથી બે ભિન્ન પદાર્થની લંબાઈ માપતાં તે $2.20 \pm 0.01$ સેમી અને $8.05 \pm 0.01$ સેમી મળે છે.
અહી દરેક માપમાં નિરપેક્ષ ત્રુટી $(0.01$ સેમી) સમાન છે.
પ્રથમ માપમાં પ્રતિશત ત્રુટિ $=\frac{0.01}{2.20} \times 100 \%=0.45 \%$
બીજા માપમાં પ્રતિશત ત્રુટિ $=\frac{0.01}{8.05} \times 100 \%=0.12 \%$
આમ, નિરપેક્ષા ત્રુટિઓ સમાન હોવા છતાં મોટા માપમાં પ્રતિશત ત્રુટિ ઓછી અને નાના માપમાં પ્રતિશત ત્રુટિ મોટી મળે છે. આથી કહી શકાય કે જેમ પ્રતિશત ત્રુટિ ઓછી હોય તેમ માપ વધુ યોક્સાઈભમર્યું કહેવાય.
Standard 11
Physics