આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
$3$
$6$
$0$
$1$
એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને $10^°C$ જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.
$(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.
સ્ટોપ વોચની લઘુત્તમ માપ શક્તિ $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ દોલન માટેનો સમય $25\;s $ નોંધાયો. આ માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે ત્યારે અવલોકનમાં મહત્તમ પ્રતિશત ફેરફાર શેમાં જોવા મળશે ?
ભૌતિક રાશિ $x = \frac{{{a^2}{b^3}}}{{c\sqrt d }}$ માં $a,b,c$ અને $d$ માં પ્રતિશત ત્રુટિ $2\%,1\%,3\%$ અને $4\%$ હોય,તો ભૌતિક રાશિ $x$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.