ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.
$v \rightarrow t$ ના આલેખનો ઢળ એટલે પ્રવેગ અને ઢળ = $\tan \theta$
$\therefore$ પ્રવેગ $=\tan \theta$
$\therefore \frac{a_{1}}{a_{2}}=\frac{\tan \theta_{1}}{\tan \theta_{2}}=\frac{\tan 30^{\circ}}{\tan 45^{\circ}}$
$\therefore \frac{a_{1}}{a_{2}}=\frac{\frac{1}{\sqrt{3}}}{1}=\frac{1}{\sqrt{3}}$
પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.
બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
$60 \,km/h$ ઝડપે ગતિ કરતા વાહનને બ્રેક લગાવ્યા બાદ તે $20\, m$ જેટલું અંતર કાપીને ઊભું રહે છે.આ વાહન બમણી ઝડપથી (એટલે કે $120 \,km/h$ થી ) ગતિ કરતું હોય, તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)