નીચે બે કથન આપેલા છે.
કથન $I$ : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે.
કથન $II$ : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)
એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?
વિધાન: આપેલ સમયે જો પદાર્થ નો વેગ શૂન્ય હોય તો પણ તે પ્રવેગિત હોય.
કારણ: જ્યારે પદાર્થ પોતાની દિશા બદલે ત્યારે આંકડાકીય રીતે તે સ્થિર હોય
જો ગતિમાન પદાર્થની ઝડપમાં ઘટાડો થાય, તો વેગ અને પ્રવેગની દિશા જણાવો.