એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક $500$ મીટર અંતર બાદ તેની ડાબી બાજુ $60^{°}$ ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.
બે સદિશોના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય $17\, unit$ અને ન્યુનતમ મૂલ્ય $7\, unit$ છે,તો આ બંને સદિશો લંબ હોય,તો તેના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે?
જો વર્તુળની ત્રિજયા $R$ હોય તો સદિશો $ \overrightarrow {OA} ,\,\overrightarrow {OB} $ અને $ \overrightarrow {OC} $ નો પરિણામી સદિશ કેટલો થશે?
$P\,\, = \,\,{\rm{Q}}\,\, = \,\,{\rm{R}}$ જો $\mathop {\,{\rm{P}}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{Q}}\limits^ \to \,\, = \,\,\mathop {\rm{R}}\limits^ \to \,$ હોય તથા $\mathop {\rm{P}}\limits^ \to $ અને $\mathop {\rm{R}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો ${\theta _1}$ છે. જો $\mathop {\rm{P}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{Q}}\limits^ \to \,\, + \,\,\mathop {\rm{R}}\limits^ \to \,\, = \,\,\mathop {\rm{0}}\limits^ \to $ હોય તો $\mathop {\rm{P}}\limits^ \to $ અને $\mathop {\rm{R}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો ${\theta _2}$ છે. ${\theta _1}$ અને ${\theta _2}$ વચ્ચેનો સંબંધ શું કહે ?
શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?