શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?
હા, જો બંને સદિશોના મૂલ્યો અને દિશા સમાન હોય.
ના
હા, જ્યારે બંને સદિશોના મૂલ્યો સમાન પણ દિશા વિરુદ્ધ હોય.
હા, જ્યારે બંને સદિશોના મૂલ્યો સમાન હોય અને એકબીજા સાથે $\frac{{2\pi }}{3}$ નો ખૂણો બનાવતા હોય.
બે સદિશ $\vec A$ અને $\vec B$ સમાન માન ધરાવે છે. $(\vec A + \vec B)$ નું માન એ $(\vec A - \vec B)$ ના માન કરતા $n$ ગણું છે. $\vec A$ અને $\vec B$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
એક પદાર્થ $12\,m$ પૂર્વ દિશામાં અને $5\,m$ ઉત્તર દિશામાં,અને $6\,m$ ઉપર તરફ ગતિ કરતો હોય,તો પરિણામી સ્થાનાંતર કેટલા.........$m$ થશે?
એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઊતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ $10 \,km$ દૂર છે. ટેક્સી ડ્રાઇવર મુસાફરને $23\, km$ લંબાઈના વાંકાચૂંકા માર્ગે $28 \,min$ માં હોટલ પર પહોંચાડે છે, તો $(a)$ ટેક્સીની સરેરાશ ઝડપ અને $(b)$ સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે ? શું આ બંને સમાન હશે ?
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
વિધાન $I:$ જો ત્રણ બળો $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને $\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}$ હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે.
વિધાન $II:$ $\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}$ અને $\overrightarrow{{F}}_{3}$ બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે.
ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.