બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય કેટલું થાય?
એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક $500$ મીટર અંતર બાદ તેની ડાબી બાજુ $60^{°}$ ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.
$(\overrightarrow{{A}})$ અને $(\overrightarrow{{A}}-\overrightarrow{{B}})$ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય?
કોઈ કણ પર એકજ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય આવે?
બે સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણની રીત સમજાવો. સમજાવો કે આ રીત ત્રિકોણની રીતને સમતુલ્ય છે.