એક જ દિશામાં ન હોય તેમજ એક જ સમતલમાં ન હોય તેવા સદિશો ${\vec A }$, ${\vec B }$ અને ${\vec C }$ છે તો $\vec A \, \times \,\left( {\vec B \, \times \vec {\,C} } \right)$ ની દિશા વિશે તમે શું કહી શકો ?
જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી $(\vec{B} \times \vec{C})$ ની દિશા મળે. જે $\vec{B}$ અને $\vec{C}$ થી બનતા સમતલને લંબરપે હોય અને $\vec{A} \times(\vec{B} \times \vec{C})$ એ $\vec{B}$ અને $\vec{C}$ બનતા સમતલમાં હોય અને $\vec{A}$ ને લંબરૂપે હોય.
દર્શાવો કે સદિશો $a$ અને $b$ થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ $a \times b$ ના મૂલ્યથી અડધું હોય છે.
અહી બે સદીશો $\mathop A\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,$ અને $\mathop B\limits^ \to \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલ છે. આ બે સદીશો માટે $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ બંને લંબ હોય તો એકમ સદિશ શોધો.