- Home
- Standard 11
- Chemistry
એસિડ વર્ષોમાં કેટલાક એસિડ આવેલા છે. એવા એસિડના નામ આપો અને તેઓ વરસાદના પાણીમાં ક્યાંથી આવે છે તે જણાવો.
Solution
એસિડ વર્ષામાં $\mathrm{H}_{2} \mathrm{CO}_{3}, \mathrm{HNO}_{3}$ અને $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ આવેલા છે.
વાતાવરણના $\mathrm{CO}_{2}$ પાણીની બાષ્પની હાજરીમાં દ્રાવ્ય થવાથી $\mathrm{H}_{2} \mathrm{CO}_{3}$ બને છે.
$\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{H}_{2} \mathrm{CO}_{3}$
$\mathrm{NO}$ નાઈટ્રિક ઓક્સાઇડના કુદરતી સ્રોત દાવાનળ અને વીજળીના ચમકારા છે. વિમાન, વાહનોના એન્જિનના દહન, ભઠ્ઠીઓમાં દહન તથા વિદ્યુત મથકો દ્વારા પકા નાઈટ્રોજન ઓક્સાઈડ ઉત્પન્ન થઈ જાય છે.
નાઈટ્રિક ઑક્સાઈડ ધીમે ધીમે હવા સાથે પ્રક્રિયા કરી $\mathrm{NO}_{2}$ બનાવે છે. આ $\mathrm{NO}_{2}$ પાણીમાં દ્રાવ્ય થઈ પ્રક્રિયા કરી $\mathrm{HNO}_{3}$ બનાવે છે.
$3 \mathrm{NO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O} \rightleftharpoons 2 \mathrm{HNO}_{3}+\mathrm{NO}$
અશ્મિગત બળતણના દહનથી સલ્કર ઓક્સાઇ્ડ ઉત્પન્ન થાય છે અને સલ્ફાઇડયુક્ત ખનીજમાંથી તેમની ધાતુના નિષ્કર્ષણમાંથી પણ સલ્ફર ઑક્સાઈડ બને છે. સલ્ફર ડાયોક્સાઇ્ડ આ જ રીતે સલ્ફ્યુરિક ઍસિડ પણ બનાવે છે.
$\mathrm{SO}_{2}+\mathrm{O}_{2}+\mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{H}_{2} \mathrm{SO}_{4}+[\mathrm{O}]$