$t = 0$ સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી $5.0 \hat{ i }\; m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે. $x-y$ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે $(3.0 \hat{ i }+2.0 \hat{ j })\; m / s ^{2} $ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. $(a)$ જ્યારે કણનો $x$ -યામ $84 \;m$ હોય ત્યારે $y$ -યામ કેટલો હશે ? $(b)$ તે સમયે કણની ઝડપ કેટલી હશે ?
એક મચ્છર $\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s$ ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. $2 \,s$ ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?
કોઈપણ સમયે, કણના $x$ અને $y$ યામ અનુક્રમે $x=5t-2t^{2}$ અને $y=10t$ છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t =2\,s$ પર કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
એક પર્વતારોહક જમીનથી $490\; m$ ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં $15 \;m/ s$ નાં પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતાં પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. ( $g = 9.8 \;m /s^2$ )