લીસી સપાટી પરથી કૂદકો મારીને તે સપાટીની બહાર નીકળી શકાય ? શાથી ?
ના,કારણ કે લિસી સપાટીને કોઈ પ્રત્યાઘાત આપતી નથી.
રેખીય વેગમાન એટલે શું ? તેની સૂત્રાત્મક રજૂઆત આપો.
$m$ દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં $p$ જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં $t=0$ સમયે ગતિ કરતા પદાર્થ પર બળ $F = kt$ એ જ દિશામાં $T$ સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન $p$ માંથી બદલાયને $3p$ થાય છે. અહીં $k$ એક અચળાંક છે. તો $T$ નું મૂલ્ય કેટલું હશે?
$m=3.513$ $kg$ દળ ધરાવતો પદાર્થ $X-$ અક્ષની દિશામાં $5.00$ $ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય ………. $kgms^{-1}$ નોંધવું જોઇએ. (સાર્થક અંકને ધ્યાનમાં લેતા)
$0.05\; kg$ દળના બે બિલિયર્ડ બૉલ $6\; m/s$ ની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય $(rebound)$ છે. દરેક બૉલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.