$32 m $ ઊંચાઇ પરથી દડાને મુકત કરવામાં આવે છે,જો રેસ્ટીટયુશન ગુણાંક $0.5 $ હોય,તો બીજી અથડામણ પછી દડો કેટલા .............. $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
$2\,kg$ દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... $\mathrm{kg}$ હશે?
જો એક પદાર્થ સ્થિર સ્થિતિએ રહેલા તેટલાજ દળના પદાર્થ સાથે અસ્થિતિ સ્થાપક રીતે અથડાય છે સંઘાત પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?
$0.012\;kg$ દળની એક બુલિટ (ગોળી) $70\; m s ^{-1}$ ની સમક્ષિતિજ ઝડપથી $0.4\; kg$ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લૉકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લૉક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. આ ઉપરાંત, બ્લૉકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે તે ગણો.
વિધાન $-1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો વસ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંધાત થાય તો કાણો બધી જ ઊર્જા ગુમાવતા નથી.
વિધાન $-2$ : વેગમાન સંરક્ષણનો નિયમ તમામ પ્રકારના સંઘાત માટે સાચો છે.