$M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
બે પદાર્થોના દળ અનુક્રમે $1\,gm$ અને $9\,gm$ છે. જો તેમની ગતિઊર્જા સમાન હોય, તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
એક કણ પર લાગતા બળનું મૂલ્ય અચળ છે અને તે તેના વેગને લંબરૂપે લાગે છે.પરિણામે કણ એક સમતલમાં ગતિ કરે છે,તો કહી શકાય કે...
એક ગાડીને $10 m/s$ થી $20 m/s $ સુધી પ્રવેગી કરવા માટે જરૂરી ઊર્જાએ સ્થિર સ્થિતિએ રહેલી ગાડીને $10 m/s$ જેટલી પ્રવેગીત કરવા માટે જરૂરી ઊર્જા કેટલા ગણી છે?