$M=500\,kg$ દળ ધરાવતી એક લિફટ $(elevator\,cab)$ $2\,ms ^{-1}$ ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે $2\,ms ^{-2}$ ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. $6\,m$ ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા $..........kJ$ થશે.
$7$
$5$
$4$
$3$
$2kg$ ના પદાર્થને $490 J$ ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો ................. $\mathrm{m}$ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?
$m$ દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી $F=2\;N$ જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી $\theta= kx$, જ્યાં $k$ એ અચળાંક અને $x$ એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર $E=\frac{n}{k} \sin \theta$ હશે.$n$ નું મૂલ્ય $........$ થશે.
એક $m_1$ દળનો કણ $v_1 $ વેગ સાથે ગતિ કરે છે અને બીજો $m_2$ દળનો કણ $V_2$ વેગ સાથે ગતિ કરે છે. તે બંનેનું વેગમાન સમાન છે પરંતુ તેમની જુદી જુદી ગતિ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1$ > $m_2$ હોય તો.......
એકસમાન રેખીય વેગમાન સાથે ગતિ કરતા બે પદાર્થોની ગતિઊર્જાનો ગુણોત્તર $4:1$ છે. તેમનાં દળોનો ગુણોત્તર કેટલો થાય?
પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?