$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

  જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે :

$(i)$ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. 

$(ii)$ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.

$(iii)$ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.

$(iv)$ 'મૅન્ડેલિયન લક્ષણો' નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.

          જો કોઈ બેઇઝ જોડ અને પૂરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિઇક ઍસિડ ( $DNA$ અને $RNA$ ) એ દ્વિકૃત (duplication) થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમકે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે.

Similar Questions

પ્રોટીન સંંશ્લેષણ માટે $....P.....$ સીઘો જ સંકેત કરી શકે છે, $.....Q.....$ ના પ્રત્યેક ન્યુકિલઓટાઈડની શર્કરામાં $2'-OH$ હોય છે.

$\quad\quad P\quad Q$

ઉદવિકાસીય ગાળા દરમિયાન જનીન દ્રવ્ય તરીકે $RNA$ ના બદલે $DNA$ ની પસંદગી થઈ. સૌપ્રથમ જનીન દ્રવ્ય તરીકે અણુના માપદંડોની ચર્ચા કરો અને જૈવરાસાયણિક રીતે $DNA$ અને $RNA$ નો તફાવત જણાવો. 

નીચે હર્શી અને ચેઈઝનો પ્રયોગ આપેલછે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?

$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો.