$50 \;gm$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10^oC$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10\; gm$ પાણીના જથ્થાને આપવામાં આવે, તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^oC$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \;J/kg /C)$

  • A

    $5$

  • B

    $6$

  • C

    $7$

  • D

    $8$

Similar Questions

$10\, kg$ પાણીને $1$ કલાકમાં $20°C$ થી $80°C$. તાપમાન કરવા માટે પાણીમાં ડુબાડેલ કોપર કોઇલમાંથી $150°C$ ની વરાળ પસાર કરવામાં આવે છે. કોઇલમાં વરાળ ઠંડી પાડીને $90°C$. તાપમાને બોઇલરમાં પાછી આવે છે. $1$ કલાકમાં કેટલી વરાળની જરૂર પડશે? ( વરાળ ની વિશિષ્ટ ઉષ્મા $= 1 \,calorie\, per\,gm°C$, બાષ્પાયનગુપ્ત ઉષ્મા  $= 540 cal/gm)$

કેલોરીમેટ્રી એટલે શું ? કેલોરીમીટર એટલે શું ? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.

$20\, g$ પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં $180\, g$ પાણી ભરેલ છે જેનું તાપમાન $25^{\circ} C$ છે. તેમાં $100^{\circ} C$તાપમાને રહેલ $'m'$ ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન $31^{\circ} C$ થાય. તો $'m'$ નું મૂલ્ય લગભગ કેટલું હશે? 

(પાણીની ગલનગુપ્ત ઉષ્મા $=540\; cal\,g ^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}$)

  • [JEE MAIN 2020]

જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100 \,g$ પ્રવાહી $A$ ને $75\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન $90\,^oC$ થાય છે. હવે જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100\, g$ પ્રવાહી $A$ ને $50\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........$^oC$  થાય?

  • [JEE MAIN 2019]

એક વરાળયંત્ર $100^{\circ} C$ તાપમાને પ્રતિ મીનીટ $50 \,g$ વરાળને અંદર લે છે અને તેને $20^{\circ} C$ તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા $540 \,Cal / g$ હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. $\times 10^{3} cal$ હશે.

(Given : specific heat capacity of water cal $g ^{-1}{ }^{\circ} C ^{-1}$ )

  • [JEE MAIN 2022]