જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100 \,g$ પ્રવાહી $A$ ને $75\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન $90\,^oC$ થાય છે. હવે જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100\, g$ પ્રવાહી $A$ ને $50\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........$^oC$ થાય?
$85$
$60$
$80$
$70$
$0.047\, kg$ દળ ધરાવતાં ઍલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઊકળતું પાણી ધરાવતા પાત્રમાં મુકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન $100 \,^oC$ થાય છે. હવે આ ગોળાને તરત જ $20 \,^oC$ તાપમાન ધરાવતા $0.25\, kg$ પાણીભરેલા, $0. 14 \,kg$ દળવાળા. તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને $23\,^oC$ સ્થિર તાપમાન થાય છે, તો ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો.
એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની $40 \%$ ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ........... $ms ^{-1}$ હશે.
(બુલેટનું પ્રારંભિક તાપમાન $=127^{\circ} C$,
બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) $=327^{\circ} C$,
લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = $2.5 \times 10^{4} \,J kg ^{-1}$,
લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = $125 \,J / kg K )$
એક પ્રયોગમાં $0.20\, kg$ના એલ્યુમિનિયમના સળિયાને $150\,^oC$ સુધી ગરમ કરેલ છે. તેને $0.025\, kg$. કેલોરીમીટરના પાણી સમતુલ્ય માં $27\,^oC$ તાપમાને રહેલ $150\, cc$ કદના પાણીમાં મૂકવામાં આવે છે.તંત્રનું અંતિમ તાપમાન $40\,^oC$ છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા $J/kg\,-\,^oC$ માં કેટલી હશે?( $4.2\, Joule= 1\, calorie$)
બે દઢ પાત્રોમાં બે જુદા-જુદા આદર્શ વાયુઓ ભરીને તેને ટેબલ પર મૂકેલાં છે. પાત્ર $A$ માં $T_{0}$ તાપમાને એક મોલ નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જ્યારે પાત્ર $B$ માં $\frac 73 \;T _{0}$ તાપમાને એક મોલ હિલિયમ વાયુ ભરેલો છે. હવે બંને પાત્રોને ઉષ્મીય સંપર્ક કરાવી, તે બંનેના તાપમાન સરખા થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે તો તેમનું સામાન્ય અંતિમ તાપમાન $T _{ f }$ કેટલું થાય?
પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4200\, J\, kg ^{-1}\, K ^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}$ છે $0^{\circ} C$ તાપમાને રહેલ $100$ ગ્રામ બરફને $25^{\circ} C$ તાપમાને રહેલ $200\, g$ પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન $0^{\circ} C$ થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?