બે કણોના સંઘાત માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ રાશિ સંરક્ષી છે?
ગતિઊર્જા
વેગમાન
ગતિઊર્જા અને વેગમાન બંને
ગતિઊર્જા અથવા તો વેગમાન
$10, 20$ અને $40\;gm$ ના ત્રણ કોણો અનુક્રમે $10\hat i,\,\,10\hat j\,,\,10\hat k$ વેગથી ગતિ કરે છે. જો અમુક આંતરક્રિયાને કારણે પહેલો કણ સ્થિર સ્થિતિએ આવે છે અને બીજા કણનો વેગ $\left( {3\hat i\,\, + \,\,4\hat j} \right)$ જેટલો બને છે. આંતરક્રિયા પછી ત્રીજા કણનો વેગ કેટલો હશે ?
એક પ્રક્ષેપ્તને સમક્ષિતિજ $\theta$ કોણ $u$ વેગે છોડવામાં આવે છે. તેના પ્રક્ષેપણ માર્ગનાં ઉચ્ચતમ બિંદુુએ પહોચીને તે $m, m$ અને $2\,m$ દળના ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે. પહેલો ભાગ શૂન્ય પ્રારંભિક વેગ સાથે શિરોલંબ રીતે અધોદિશામાં પડે છે અને બીજો ભાગ તે જ માર્ગ દ્વારા પ્રક્ષેપણ બિંદુ સુધી પાછો આવે છે. તો વિસ્ફોટ બાદ તરત જ $2m$ દળના ત્રીજા ભાગનો વેગ કેટલો હશે?
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે તૂટીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. સમાન દળના બે ટુકડાઓ $30\; m/s $ ની સમાન ઝડપ સાથે એકબીજાને લંબ ઉડ્ડયન કરે છે. ત્રીજા ટુકડાનું દળ બીજા ટુકડાઓના દળ કરતા ત્રણ ગણુ છે. વિસ્ફોટ થયા પછી તરત જ તે ટુકડાઓની દિશા અને વેગનું મૂલ્ય શું હશે ?
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ | $(a)$ ${\vec F _{12}}\, = \, - \,{\vec F _{21}}$ |
$(2)$ વેગમાનના સંરક્ષણનો નિયમ | $(b)$ $\Delta \,\vec p \, = \,0$ |
$(c)$ ${\vec F _{12}}\, = \,{\vec F _{21}}$ |