ઊર્જા સંરક્ષણનો નિયમ શું નિર્દેંશ કરે છે?
કુલ યાંત્રિક ઊર્જા સંરક્ષી છે
કુલ ગતિ ઊર્જા સંરક્ષી છે
કુલ સ્થિતિ ઊર્જા સંરક્ષી છે
બધા જ પ્રકારની ઊર્જાનો સરવાળો સંરક્ષી છે.
$10 \,m$ ઊંચાઈથી એક દડાને નીચે છૂટ આપવામાં આવે છે. જો અથડામણને કારણે $40 \%$ જેટલી ઉર્જાનો વ્યય થતો હોય, તો એક અથડામણ પછી દડો .......... $m$ ઉપર જશે.
બે ઘર્ષણરહિત રસ્તાઓ એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને $A$ પાસે મળે છે, જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે ( આકૃતિ ). શું બંને પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે ? શું બંને ત્યાં એકસરખી ઝડપથી પહોંચશે? સમજાવો. અહીંયાં $\theta_{1}=30^{\circ}, \theta_{2}=60^{\circ},$ અને $h=10\; m ,$ આપેલ હોય, તો બંને પથ્થરોની ઝડપ અને તેમણે લીધેલ સમય કેટલા હશે ?
ઊર્જા સંરક્ષણના નિયમ માટે શું કહી શકાય?
એક $M$ દળના ફુગ્ગા સાથે એક હળવી દોરી છે અને $m$ દળનો વાંદરો હવાના મધ્ય સ્થાને સ્થિર સ્થિતિએ છે. જો વાંદરો દોરી પકડીને ચઢે અને દોરીના મહત્તમ સ્થાને પહોંચે છે. ઉત્તરાણ કરતા ફુગ્ગા દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ? (દોરીની કુલે લંબાઈ $L$ છે)
આકૃતિ માં એક પરિમાણમાં સ્થિતિઊર્જા વિધેયના કેટલાંક ઉદાહરણો આપ્યાં છે. કણની કુલ ઊર્જાનું મૂલ્ય $y$ $(Ordinate)$ અક્ષ પર ચોકડી $(Cross)$ ની નિશાની વડે દર્શાવ્યું છે. દરેક કિસ્સામાં, એવા વિસ્તાર દર્શાવો જો હોય તો, કે જેમાં આપેલ ઊર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. આ ઉપરાંત, દરેક કિસ્સામાં કણની કુલ લઘુતમ ઊર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ આવાં કેટલાંક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિઊર્જાનાં મૂલ્યો આ સાથે મળતાં આવે.