અસંરક્ષીબળો માટે યાંત્રિકઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો.
અસંરક્ષીબળો જેવા કે ધર્ષણબળો લાગતાં હોય, તો પદાર્થની ગતિ દરમિયાન ધર્ષણના કારણે ઊષ્માઉર્જા ઉત્પન્ન થાય અને પદાર્થનો વેગ ધટે તેથી ગતિઊર્જા ધટે છે. પરિણામે, યાંત્રિકઊર્જા સંરક્ષણનો નિયમ નીચે મુજબ મળે છે.
$K + V + Q =$ અચળ
જ્યાં Q એ ઘર્ષણના કારણે વ્યય પામતી ઊષ્માઉર્જા છે.
એક $M$ દળના ફુગ્ગા સાથે એક હળવી દોરી છે અને $m$ દળનો વાંદરો હવાના મધ્ય સ્થાને સ્થિર સ્થિતિએ છે. જો વાંદરો દોરી પકડીને ચઢે અને દોરીના મહત્તમ સ્થાને પહોંચે છે. ઉત્તરાણ કરતા ફુગ્ગા દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ? (દોરીની કુલે લંબાઈ $L$ છે)
$2\; mm$ ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું $500 \;m$ ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી (હવાના શ્યાનતા અવરોધને કારણે) તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ (ટર્મિનલ) ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ તે એકધારી (સમાન) ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપાં પર થયેલ કાર્ય કેટલું હશે ? જો તે 1$10\; m s ^{-1} $ ની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપાં પર કેટલું કાર્ય થયું હશે ?
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ વીજળીનાં વપરાશમાં $1$ યુનિટ એટલે .......... જૂલ કાર્ય.
$(b)$ $10\, m$ ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ $20\,\%$ ઊર્જા ગુમાવે તો તે ............. ઊંચાઈ પ્રાપ્ત કરી શકે.
$(c)$ $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર એક આકર્ષણ બળની અસર હેઠળ $U = - \frac{k}{{2{r^2}}}$ જેટલી સ્થિતિ ઊર્જા ધરાવે છે તો તેની કુલ ઊર્જા $=$ .......
$(d)$ $1\,\mu \,gm$ દળનું ઊર્જામાં રૂપાંતર કરતાં ........ ઊર્જા મળે.
એક અવકાશયાન કે જેનુ દળ $M$ છે. તે $V$ જેટલા વેગથી ગતિ કરે છે અને અચાનક બે ભાગમાં ફાટે છે. તેનો એક $m$ દળનો ભાગ સ્થિર લઇ જાય છે. ત્યારે બીજા ભાગનો વેગ કેટલો હશે?
$0.1 kg $ નો પદાર્થનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.પદાર્થનો શરૂઆતનો વેગ $0 m/s $ હોય,તો $12m $ અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલા .............. $m/s$ થાય?