$M$ દળની અને $L$ લંબાઈને એક સાંકળને ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે જેનો $L/4$ ભાગ ટેબલની ધારથી ઉપર લટકતો રહે. લટકાવેલા ભાગને ટેબલ પર મૂકતા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે ?
$\frac{{MgL}}{{16}}$
$\frac{{MgL}}{{32}}$
$\frac{{MgL}}{8}$
$\frac{{MgL}}{{12}}$
$xy-$ સમતલ માં ગતિ કરતાં કણ પર બળ $F = - K(yi + xj)$ (જ્યાં $K$ એ ધન અચળાંક છે.) લગાવવામાં આવે છે. ઉગમસ્થાનથી શરુ કરીને, કણ ધન $x-$ અક્ષ પર બિંદુ $(a, 0)$ પર અને $y-$ અક્ષ ને સમાંતર બિંદુ $(a, a)$ સુધી ગતિ કરે છે. તો બળ $F$ દ્વારા કણ પર થયેલ કાર્ય કેટલું હશે?
આકૃતિમાં વક્રસપાટી દર્શાવી છે. તેમાં $BCD$ ભાગ ઘર્ષણરહિત છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતાં ત્રણ બોલ છે. વક્ર પર $C$ બિંદુ આગળની ઊંચાઈ $A$ બિંદુથી ઓછી છે. $A$ બિંદુથી એક પછી એક બોલને સ્થિર સ્થિતિમાંથી વારા ફરતી છોડવામાં આવે છે. $AB$ સપાટી પર બોલ $(1)$ ને પૂરતું ઘર્ષણ લાગે છે જેનાં કારણે સરક્યા સિવાય ગબડે છે. બોલ $(2)$ ઓછું ઘર્ષણ અને બોલ $(3)$ને અવગણ્ય ઘર્ષણ લાગે છે, તો નીચેના જવાબો મેળવો.
$(a)$ કયા બોલ માટે કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થશે ?
$(b)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે ?
$(c)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે નહીં ? કયા બોલ $A$ બિંદુએ પરત આવશે ?
એક એન્જિન ઘનતા ધરાવતા એક પ્રવાહીને આડછેદનું ક્ષેત્રફળ $A$ હોય તેવી નળી (પાઈપ) મારફતે સતત બહાર કાઢે છે. જો પ્રવાહીની નળીમાંથી પસાર થવાની ઝડપ $V$ હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જા કેટલી હશે ?
એક કણ એ બળ $F=7-2 x+3 x^2$ ની અસર હેઠળ $x-$અક્ષ પર $x=0$ થી $x=5$ મીટર ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય છે...
એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?