$1250 kg$ ની એક કાર $30m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે સપાટી વડે લાગતુ અવરોધક બળ $750N$ હોય ત્યારે તેનું એન્જીન $30 kW$ ઊર્જા આપે છે. તો કારને મળતો મહતમ પ્રવેગ શોધો.
$\frac{1}{3}\,m/{s^2}$
$\frac{1}{4}m/{s^2}$
$\frac{1}{5}\,m/{s^2}$
$\frac{1}{6}\,m/{s^2}$
$1500\,N/m$ અને $3000\,N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર
અચળ બળની અસર હેઠળ અમુક નિયત અંતર માટે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિની શરૂઆત કરે છે. $m $ દળના પદાર્થની ગતિ ઊર્જા....... ના સમપ્રમાણમાં હોય છે.
આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો :
$(a)$ બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં, દરેક પદાર્થના વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય છે.
$(b)$ પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારનાં આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઊર્જાનું સંરક્ષણ થાય છે.
$(c)$ પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારનાં બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે.
$(d)$ અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિઊર્જા હંમેશાં તેની પ્રારંભિક ગતિઊર્જા કરતાં ઓછી હોય છે.
એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.
આકૃતિમાં વક્રસપાટી દર્શાવી છે. તેમાં $BCD$ ભાગ ઘર્ષણરહિત છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતાં ત્રણ બોલ છે. વક્ર પર $C$ બિંદુ આગળની ઊંચાઈ $A$ બિંદુથી ઓછી છે. $A$ બિંદુથી એક પછી એક બોલને સ્થિર સ્થિતિમાંથી વારા ફરતી છોડવામાં આવે છે. $AB$ સપાટી પર બોલ $(1)$ ને પૂરતું ઘર્ષણ લાગે છે જેનાં કારણે સરક્યા સિવાય ગબડે છે. બોલ $(2)$ ઓછું ઘર્ષણ અને બોલ $(3)$ને અવગણ્ય ઘર્ષણ લાગે છે, તો નીચેના જવાબો મેળવો.
$(a)$ કયા બોલ માટે કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થશે ?
$(b)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે ?
$(c)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે નહીં ? કયા બોલ $A$ બિંદુએ પરત આવશે ?