આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળનો એક ટુકડો ખરબચડા ઢોળાવ વાળા સમતલ પર સ્પ્રિંગને સહેજ અડકેલો રહે તે રીતે ગોઠવેલો છે. ટુકડો અધોદિશામાં ગતિ કરે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલા ............. $\mathrm{cm}$ સંકોચાયેલી હશે ?
$0.1$
$6.6$
$1$
$13$
ખરબચડા માર્ગ (પથ)ના બિંદુ $A$ આગળ $1 kg $ દળનો એક ટુકડો મૂકેલો છે. તેને હળવેથી જમણી બાજુએ ધક્કો લગાડવામાં આવે છે. તે ઢાળ પર સરકીને $B$ બિંદુએ પહોંચે છે. $A$ બિંદુથી $B$ બિંદુ મુસાફરી દરમિયાન ટુકડા પર લાગતા ઘર્ષણ બળ વડે થતું કાર્ય .............. $\mathrm{J}$ શોધો.
આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો :
$(a)$ બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં, દરેક પદાર્થના વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય છે.
$(b)$ પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારનાં આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઊર્જાનું સંરક્ષણ થાય છે.
$(c)$ પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારનાં બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે.
$(d)$ અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિઊર્જા હંમેશાં તેની પ્રારંભિક ગતિઊર્જા કરતાં ઓછી હોય છે.
$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$ લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?
એક ગોળી બંદૂકમાંથી છૂટે છે અને બંદૂક પ્રત્યાઘાત અનુભવે છે. પ્રત્યાઘાતી બંદૂકની ગતિઊર્જા શું હશે ?
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ જ્યારે પદાર્થને જમીન પરથી નિશ્ચિત ઊંચાઈ સુધી ઊંચો કરવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરેલું કાર્ય ......
$(b)$ જ્યારે કરેલું કાર્ય શૂન્ય હોય ત્યારે પદાર્થની ઝડપ .......... હોય.
$(c)$ .......... સંઘાત માટે રેસ્ટિટ્યૂશન ગુણાંકનું મૂલ્ય $1$ હોય.