એક ઘર્ષણરહિત ટેબલની સપાટી પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને અનુક્રમે $m $ તથા $M$ ગળ ધરાવતા બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં વેગ પ્રાપ્ત કરે છે. સ્પ્રિંગ તેની મૂળ સામાન્ય લંબાઈ પ્રાપ્ત કરતાં બંને બ્લોક સાથે તે સંપર્ક ગુમાવે છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય, તો છૂટા પડતી વખતે $M$ દળના બ્લોકની ઝડપ ........હોય.

  • A

    $\sqrt {\frac{{KM}}{{m(m + M)}}} \,.\,x$

  • B

    $\sqrt {\frac{{KM}}{{M(M + m)}}} \,.\,x$

  • C

    $\sqrt {\frac{{m(m + M)}}{{KM}}} \,.\,x$

  • D

    $\sqrt {\frac{{(M + m)K}}{m}} \,.\,x$

Similar Questions

એક $m$ દળનો ટુકડો ઢાળવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરકી રહ્યો છે અને તે નીચે પડેલી સ્પ્રિંગને અથડાય છે જેથી તે સંકોચાય છે. જો સ્પ્રિંગની લંબાઈ $l >> h$ અને સ્પ્રિંગ અચળાંક $K$  હોય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું હશે ?

બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$  ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?

  • [AIEEE 2012]

$M $ દળનો બ્લોક $ K$  બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર સાથે અથડાવાથી સ્પિંગ્રનું સંકોચન $ L$ થાય છે.તો બ્લોકનું અથડામણ પછીનું મહત્તમ વેગમાન કેટલું થાય?

  • [AIEEE 2005]

સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ $x$ જેટલી વધે છે.જો સ્પિંગ્રમાં તણાવ $T$ અને બળ અચળાંક $k$ હોય,તો ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઇ $ x = 0 $ થી $ x = {x_1} $ વધારતાં કેટલું કાર્ય થશે?