ગોળાના વ્યાસને સમાંતર અને $ x $ અંતરે રહેલી અક્ષ પર ઘન ગોળાની જડત્વની ચાકમાત્રા $ I$ વડે દર્શાવેલી છે. નીચેનામાંથી કયું $ x$ સાથે $I$ માં ફેરફાર સૂચવે છે ?
$1\ kg $ દળના ત્રણ સમાન ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એકબીજાને અડતા ગોળાઓનું કેન્દ્ર સમાન સીધી રેખા પર છે. તો તેમના કેન્દ્રોને $ P,Q,R$ વડે દર્શાવવામાં આવે તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી $P$ નું અંતર કેટલું હશે?
$M$ દળ અને$ R$ ત્રિજ્યાના ગોળાકાર પદાર્થની તેના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આ પદાર્થ $\theta$ કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે, તો તેનો પ્રવેગ ..... થાય.
$b$ બાજુનું માપ ધરાવતા ચોરસના ચારે ખૂણા પર $M$ દળના $ 2a$ વ્યાસના ગોળા ગોઠવેલા છે.ચોરસની એક બાજુને અક્ષ તરીકે લઇને તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. બધા જ ચોરસ દૂર કરતાં $C.M.$ ક્યાં મળશે ? જવાબ ચરણ અને અક્ષના સ્વરૂપમાં આપો.
એક પૈડાની તેની ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $ 2\ kg m^2 $ છે. તે આ અક્ષને અનુલક્ષીને $ 60\ rpm$ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1 $ મિનિટમાં સ્થિર કરવા માટે કેટલું ટૉર્ક લગાવવું પડે ?