નિયમિત વર્તૂળાકાર તકતીમાંથી એક ચતુર્થ અંશ ભાગ કાપી લીધેલ છે. આ તકતીની ત્રિજ્યા $ R$ છે. અને કાપી નાંખેલા ભાગનું દળ $ M$ છે. તે વાસ્તવિક તકતીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર ચાકગતિ કરે છે. તેની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
$\frac{1}{2}\,\,M{R^2}$
$\frac{1}{4}\,\,M{R^2}$
$\frac{1}{8}\,\,M{R^2}$
$\sqrt 2 \,\,M{R^2}$
મેઇન્ટેનન્સના ભાગરૂપે એક જેટ એન્જિનના કોમ્પ્રેસરને આલેખમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે તો આપેલ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસર દ્વારા થતા પરિભ્રમણ ની સંખ્યા કેટલી હશે?
લોખંડ અને એલ્યુમિનિયમની મદદથી વર્તૂળાકાર તકતી બનાવવામાં આવે છે. જેથી તેની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય છે. તે શક્ય છે જો...
$1\ kg $ દળના ત્રણ સમાન ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એકબીજાને અડતા ગોળાઓનું કેન્દ્ર સમાન સીધી રેખા પર છે. તો તેમના કેન્દ્રોને $ P,Q,R$ વડે દર્શાવવામાં આવે તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી $P$ નું અંતર કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત લંબાઈઈ $ℓ$ અને $ M$ દળના વાયરને વાળીને $ r $ ત્રિજ્યાની અર્ધવર્તૂળાકાર બનાવવામાં આવે છે. $XX'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.
$R$ ત્રિજ્યા અને $m$ દળની એક પાતળી વર્તૂળાકાર વિંટી તેની અક્ષ આસપાસ અચળ કોણીય વેગ $\omega$ ભ્રમણ કરે છે. (ફરે છે) વિંટીનાં એક વ્યાસનાં સામ સામેને છેડે $M$ દળનાં બે પદાર્થોને ધીમે ધીમેથી જોડવામાં આવ્યા છે. હવે વિંટી નવા કોણીય વેગ $\omega '$ = …….. થી ભ્રમણ કરે છે.