કણ $L$ કોણીય વેગમાનથી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે કોણીય વેગમાન ...... થશે ?

  • A

    $2L$

  • B

    $4L$

  • C

    $\frac{L}{2}$

  • D

    $\frac{L}{4}$

Similar Questions

એક લાંબા સમક્ષિતિજ સળિયા પર તેની લંબાઈને અનુરૂપ ગતિ કરતો મણકો રાખેલો છે, પ્રારંભમાં મણકાને સળિયાના એક છેડા $A$ થી $L$ અંતરે રાખેલો છે. સળિયાને છેડા $A$ ની ફરતે અચળ કોણીય પ્રવેગ $\alpha$ થી કોણીય ગતિ કરવવામાં આવે છે. જો સળિયા અને મણકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ ને અવગણીએ તો મણકો કેટલા સમય પછી સળિયા પર દડશે?

  • [IIT 2000]

બે કણોના દળ $ m_1$ અને $ m_2 $ છે. આ કણોના દ્રવ્યમાન-કેન્દ્ર તરફ પહેલા કણ $(m_1)$ ને અંતર જેટલું ખસેડવામાં આવે છે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર એ જ સ્થાન પર રહે તે માટે બીજા કણને કેટલું ખસેડવું જોઈએ ?

એક પૈડાની તેની ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $ 2\ kg m^2 $ છે. તે આ અક્ષને અનુલક્ષીને $ 60\ rpm$ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1 $ મિનિટમાં સ્થિર કરવા માટે કેટલું ટૉર્ક લગાવવું પડે ?

બે તકતીની જાડાઈ સમાન છે તેમની ત્રિજ્યા $R_1$ અને $R_2$ તેમજ ઘનતા $d_1$ અને $d_2$ છે. બીજી જડત્વની ચાકમાત્રા પહેલાથી વધારે છે જો....

$\vec r = 7\hat i + 3\hat j + \hat k$ નો સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ હોય ,તો કણ પર લાગતું ટોર્ક કેટલું હશે?