એક પૈડાની તેની ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $ 2\ kg m^2 $ છે. તે આ અક્ષને અનુલક્ષીને $ 60\ rpm$ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1 $ મિનિટમાં સ્થિર કરવા માટે કેટલું ટૉર્ક લગાવવું પડે ?

  • A

    $\frac{{2\pi }}{{15}}\,\,\,Nm$

  • B

    $\frac{\pi }{{12}}\,\,Nm$

  • C

    $\frac{\pi }{{15}}\,\,Nm$

  • D

    $\frac{\pi }{{18}}\,\,Nm$

Similar Questions

એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?

વ્હીલની લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ 2\ kg - m^2$ અને તે $60\ rpm $ થી તે અક્ષ પર ચાકગતિ કરે છે. એક મિનિટમાં વ્હીલની ગતિ અટકાવી શકે તેટલું ટોર્ક ......... છે.

એક દડો સરક્યા વિના ગબડે છે. દડાના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો દડાની ત્રિજ્યા $R $ હોય, તો કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ-ઊર્જાના સ્વરૂપમાં હશે ?

બિંદુવત દળો $1,2,3$ અને $4\ kg$ ને $  (0, 0, 0), (2, 0, 0) (0, 3, 0)$ અને $(-2, -2, 0)$ પર મૂકેલા છે. તો $ x $ અક્ષની આસપાસ આ તંત્રની જડત્વની ચાકમાત્રા ............. $\mathrm{kg-m}^{2}$ હોય ?

ચાર સમાન $ M $ દળ અને $ L$ લંબાઇ ધરાવતા સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ  કરે છે. તો આ ચોરસના સમતલને લંબ $O$ માંથી પસાર થતી અક્ષની આસપાસ જડત્વની ચાક્માત્રા કેટલી હોય ?