આપણી પાસે સમાન જાડાઈ ધરાવતો લંબચોરસ ધન છે. $E$, $F$, $G$, $ H$ એ અનુક્રમે$ AB$, $ BC$, $CD$ અને $AD$ ના મધ્યબિંદુ છે. તો કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ન્યૂનત્તમ હશે ?
$AD$
$EG$
$BD$
$HF$
એક કારના પૈડાં $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટે ચાકગતિ કરે છે. કારનું એક્સલેટરનું પેંડલ દબાવતાં તે $10 s$ માં $ 4500 $ પરિભ્રમણ પ્રતિ મિનિટે ચાકગતિ કરે છે. આ પૈડાંનો કોણીય પ્રવેગ ......થાય.
કોણીય વેગમાન $L$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો આલેખ કયો મળે?
$b$ બાજુનું માપ ધરાવતા ચોરસના ચારે ખૂણા પર $M$ દળના $ 2a$ વ્યાસના ગોળા ગોઠવેલા છે.ચોરસની એક બાજુને અક્ષ તરીકે લઇને તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.
મેઇન્ટેનન્સના ભાગરૂપે એક જેટ એન્જિનના કોમ્પ્રેસરને આલેખમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે તો આપેલ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસર દ્વારા થતા પરિભ્રમણ ની સંખ્યા કેટલી હશે?
બે પદાર્થની તેમની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $1$ અને $21$ છે. તેમની ચાકગતિ ઊર્જા સમાન હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર શું થશે?