બ્રાસની તક્તી સ્ટિલ પ્લેટના છિદ્રમાં સરળતાથી ફિટ થઈ જાય છે. છિદ્રમાંથી તક્તીને ઢીલી કરવા માટે તંત્રને …….
પહેલા ગરમ કરવું પછી ઠંડુ કરવું
પહેલા ઠંડુ કરવું પછી ગરમ કરવું
ગરમ કરવું
ઠંડુ કરવું
$10$ મીટર લંબાઈના રેલવેના સ્ટીલના પાટાને રેલવે લાઇનના બે છેડાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. ઉનાળાના દિવસે $20\,^oC$ જેટલું તાપમાન વધે છે તેથી તેનો આકાર આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો થાય છે. તો તેનાં કેન્દ્રનું (મધ્યબિંદનું) સ્થાનાંતર $x$ શોધો. જો સ્ટીલ નો $\alpha = 1.2 \times 10^{-5} \,^oC^{-1}$
જ્યારે $57\,^oC$ તાપમાનવાળી ગરમ ચા પીતા હોય ત્યારે દાંતના પોલાણમાં ભરેલ તાંબાના લીધે પોલાણમાં ઉદભવતું પ્રતિબળ ગણો. શરીર એટલે દાંતનું તાપમાન $37\,^oC$ અને તાંબાનો $\alpha = 1.7 \times 10^{-5}/^oC$ તેમજ તાંબાના બલ્ક મોડ્યુલસ $K = 140 \times 10^9\, N/m^2 $
આદર્શ વાયુ ${PT}^{3}=$ અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે?
$\alpha _l$ ના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.
મરક્યુરીનો કાચના પાત્રમાં પરિણામી કદ પ્રસરણાંક $153 \times 10^{-6} /{ }^{\circ} C$ અને મરકયુરીનો સ્ટીલના પાત્રમાં પરિણામી કદ પ્રસરણાંક $144 \times 10^{-6} /{ }^{\circ} C$ છે,જો સ્ટીલનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6} /{ }^{\circ} C ,$ હોય તો કાચનો રેખીય પ્રસરણાંક કેટલો થશે?