$V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?
કેપેસિટન્સ
બે પ્લોટો વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર
બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ફલક્સ
કેપેસિટરમાં સંગ્રહીત ઊર્જા
બે સમાન અને $50 \,pF$ સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને $100 \,V$ ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............$nJ$ થશે.
$(a)$ $900 \;p\,F$ ના એક કેપેસીટરને $100 \,v$ ની બૅટરી વડે વિદ્યુતભારિત કરાય છે [ આકૃતિ $(a)$ ]. કેટલી સ્થિતવિદ્યુત ઊર્જા કેપેસીટર વડે સંગ્રહ પામશે ? $(b)$ કેપેસીટરનું બૅટરીથી જોડાણ દૂર કરી બીજા $900 \;p\,F$ ના વિદ્યુતભાર વિહિન કેપેસીટર સાથે જોડવામાં આવે છે ( આકૃતિ $(b)$ ]. હવે આ તંત્ર વડે કેટલી સ્થિતવિદ્યુત ઊર્જા સંગ્રહ પામશે ?
કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?
બેટરીની મદદથી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની સ્થિતિમાન તફાવત બેટરીના વિદ્યુત ચાલક બળને સમાન બને ત્યાં સુધી ચાર્જ કરવામાં આવે છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને બેટરી દ્વારા થતું કાર્ય નો ગુણોત્તર કેટલો હશે ?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?