ચાર સમાન વિદ્યુતભારોને ચોરસના ચારેય ખૂણા પર મૂકેલા છે. કોઈ પણ એક વિદ્યુતભારને લીધે ચોરસના કેન્દ્ર આગળ વિદ્યુતભારની તીવ્રતા $E$ હોય તો ચોરસના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.
શૂન્ય
$4E$
$E$
$E/2$
$q$ અને $3q$ વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં $'r' $અંતરે ગોઠવેલા છે. $q$ વિદ્યુતભારથી ' $x$ ' અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો $x $નું મૂલ્ય........
$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?
$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?
$R$ ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતર આગળ છે. $h$ નું મૂલ્ય હશે.
એક પાતળી $R$ ત્રિજયાની સુવાહક વર્તુળાકાર રિંગ પરનો વિદ્યુતભાર $+Q$ છે. વર્તુળાકાર રિંગના $AKB$ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ છે,તો રિંગના $ACDB $ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર ________ હશે.