$\mathrm{n}$ બિંદવત્ વિધુતભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિધુતક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊગમબિંદુ $O$ ની સાપેક્ષે $\vec{r}_{1}, \vec{r}_{2}, \ldots, \vec{r}_{n}$ સ્થાન સદિશો ધરાવતા અનુક્રમે $q_{1}, q_{2}, \ldots, q_{n}$ વિદ્યુતભારોનો વિચાર કરો.

$q_{1}$ વિદ્યુતભારના લીધે $\overrightarrow{r_{ IP }}$ સ્થાન સદિશ ધરાવતાં $P$ બિદુ પાસે વિદ્યુતક્ષેત્ર,

$\overrightarrow{ E _{1}}=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1}}{r_{1 P }^{2}} \hat{r}_{ IP }$

જ્યાં $\hat{r}_{1 P }$ એ $q_{1}$ થી $P$ ની દિશામાંનો એકમ સદિશ છે. હવે $q_{2}$ વિદ્યુતભારના લીધે $\overrightarrow{r_{2 P }}$ સ્થાન સદિશ ધરાવતાં $P$ પાસે વિદ્યુતક્ષેત્ર,

હવે $q_{2}$ વિદ્યુતભારના લીધે $\overrightarrow{r_{2 P}}$ સ્થાન સદિશ ધરાવતાં $P$ પાસે વિદ્યુતક્ષેત્ર,

$E _{2}=\frac{1}{4 \pi \in_{0}} \cdot \frac{q_{2}}{r_{2 P }^{2}} \hat{r}_{2 P }$

આમ, $q_{3}, q_{4}, \ldots, q_{n}$ વિદ્યુતભારોના લીધે $P$ પાસે અનુક્રમે $E _{3}, E _{4}, \ldots, E _{n}$ વિદ્યુતક્ષેત્રો શોધી શકાય અને એ બધાનો સરવાળો કરતાં $P$ પાસે પરિણામી વિદ્યુતક્ષેત્ર મળે,

$\overrightarrow{ E }(\vec{r})=\overrightarrow{ E }_{1}(\vec{r})+\overrightarrow{ E }_{2}(\vec{r})+\ldots+\overrightarrow{ E }_{n}(\vec{r})$

$\overrightarrow{ E }(\vec{r})$$=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1}}{r_{ IP }^{2}} \hat{r}_{ IP }+\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{2}}{r_{2 P }^{2}} \hat{r}_{2 P }+\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{n}}{r_{n P }^{2}} \cdot \hat{r}_{n P }$

$=\frac{1}{4 \pi \epsilon_{0}} \sum \frac{n}{r_{i P}^{2}} \hat{r}_{ iP }$ જ્યાં $i =1,2, \ldots, n$

$\overrightarrow{ E }$ એ સદિશ રાશિ છે અને અવકાશમાં એક્થી બીજા બિંદુએ બદલાય છે અને તે સ્ત્રોત વિદ્યુતભારોના સ્થાનો પરથી નક્કી થાય છે.

897-s115

Similar Questions

વિધુતક્ષેત્રની તીવ્રતા કોને કહે છે ? તેનો $\mathrm{SI}$ એકમ લખો.

$10\,\mu C$ નો બિંદુવત વીજભાર $X-$ અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને $40\,\mu C$ નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર $x =2\,cm$ આગળ શૂન્ય બનશે ?

  • [JEE MAIN 2023]

ઉગમબિંદુ $O$ આગળ તેના કેન્દ્ર સાથે $X - Y$ સમતલમાં $R$ ત્રિજ્યાની ધન વિદ્યુતભારીત પાતળી ધાતુની રીંગ નિયત કરેલી છે. બિંદુ $(0, 0, Z_0)$ આગળ એક ઋણ વિદ્યુતભારીત કણ $P$ ને સ્થિર સ્થિતિએથી છોડવામાં આવે છે. જ્યાં $(Z_0 > 0)$ તો ગતિ છે.

$1$ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર તથા $10^{-5}\, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને હવામાં મુક્ત રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા...

$M$ દળ અને $q$ વિજભાર $k$ દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. $x = 0$ ને સમતોલન સ્થાન રાખીને તે $x-$દિશામાં $A$ કંપવિસ્તારથી દોલનો કરે છે,$x-$દિશામાં $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?

  • [JEE MAIN 2018]