- Home
- Standard 12
- Physics
વિધુતક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત્ વિધુતભારના વિધુતક્ષેત્રની સમજૂતી આપો.
Solution

ધારોકે, શૂન્યાવકાશમાં ઊદગમબિંદુ $O$ પર $Q$ વિદ્યુતભાર મૂકેલો છે. જો આપણે બીજા $q$ વિદ્યુતભારને તેનાથી $r$ અંતરે આવેલાં $P$ બિંદુ પર મૂકીએ $( OP =r)$ તો $q$ પર કુલંબ બળ લાગશે.
$\overrightarrow{ F }=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{ Q q}{r^{2}} \hat{r}$
જો $q=1 C$ વિદ્યતભાર લઈએ તો એકમ વિદ્યતત્ાર પર લાગતું બળ કे જેને વિદ્યુતક્ષેત્ર $E$ કહે છે.
$\frac{\overrightarrow{ F }}{q}=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{ Q }{r^{2}} \hat{r}$
$\overrightarrow{ E }=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{ Q }{r^{2}} \hat{r}$અથવા $E =\frac{k Q }{r^{2}}$
વિદ્યુતક્ષેત્રની વ્યાખ્યા : "કોઈ પણ વિદ્યુતભાર કे વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રર્વતતી હોય તે વિસ્તારને વિદ્યુતભાર કे વિદ્યુતભાર તંત્રનું વિદ્યુતક્ષેત્ર $E$ કહे છે." તે સદિશ રાશિ છે.
વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ માં $\vec{r}$ સ્થાન સદિશ ધરાવતાં $q$ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ $\overrightarrow{ F }(\vec{r})=q \overrightarrow{ E }(\vec{r})$ છે.
વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ ને વિદ્યુતક્ષેત્રની તીવ્રતા પણ કહે છે.
વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા : "કોઈ પણ વિદ્યુતભાર કे તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભર પર લાગતાં વિદ્યુતબળને તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કહે છે."
વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો $SI$ એક્મ $NC ^{-1}$ અથવા $Vm ^{-1}$ છે અને પારિમાણિક સૂત્ર [M $^{1} L ^{1} T ^{-3} A ^{-1}$ ] છે.