આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ ગોળીય વાહકમાંથી પસાર થાય છે. જો ઋણ વિદ્યુતભારને $P$ બિંદુ આગળ મૂકવામાં આવે તો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ફલક્સનો સ્વભાવ કેવો હશે ?

115-276

  • A

    ઘન

  • B

    ઋણ

  • C

    તટસ્થ

  • D

    માહિતી અઘૂરી છે

Similar Questions

પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ $150\, N/C$ છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું ($kC$ માં) વહન થતું હશે?

[${\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/N - {m^2},{R_E} = 6.37 \times {10^6}\,m$]

  • [JEE MAIN 2014]

વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.

બે વિધુતભાર $(A,\,B)$ દ્વારા ઉત્પન્ન થતી વિધુતક્ષેત્રરેખાનું વિતરણ આપેલ છે તો નીચેનામાથી કયું વિધાન સાચું થાય ?

  • [AIIMS 2006]

સાચું વિધાન પસંદ કરો.

$(1)$ બળ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ આપેલ બિંદુ આગળ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે.

$(2)$ બળ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલ લંબ એ આપેલ બિંદુ આગળ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે.

$(3)$ બળની વિદ્યુત રેખાઓ ઋણ વિદ્યુતભાર થી શરૂ કરીને ધન વિદ્યુતભાર પર પૂર્ણ થાય છે.

$(4)$ બળની વિદ્યુત રેખાઓ ધન વિદ્યુતભાર થી શરૂ કરીને ઋણ વિદ્યુતભાર પર પૂર્ણ થાય છે.

$1\, mm$ ત્રિજ્યાના લાંબા સુરેખ તાર પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની પ્રતિ $cm$ લંબાઈ $Q$ દીઠ વિદ્યુતભાર $Q$ કુલંબ છે. $50\, cm$ ત્રિજ્યા અને $1\, m$ લંબાઈના તારથી સંમિત રીતે ઘેરાયેલો છે. નળાકાર ના પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફલક્સ .......... છે.