શા માટે કોઈ ધાતુનો કેપેસિટરમાં ડાઈ-ઈલેકટ્રીક તરીકે ઉપયોગ કરી શકાતો નથી ?

  • A

    ધાતુએ સુવાહક છે.

  • B

    તે વિદ્યુતનું વહન કરે છે.

  • C

    સ્થિતિમાન તફાવત શૂન્ય બને છે.

  • D

    ઉપરોક્ત બધા જ

Similar Questions

આકૃતિમાં $A$ દર્શાવ્યા મુજબ એક કેપેસીટર ડાઈઈલેક્ટ્રીક ($K=2$) વડે અડધો ભરાયેલ છે. જો આકૃતિનાં બીજા ભાગ $B$ પ્રમાણે તે અડધો ભરાયેલ હોય તો ડાઈઈલેક્ટ્રીકની એવી જાડાઈ શોધો કે જેનાથી કેપેસીટરની ક્ષમતા એટલી જ રહે?

જો ${q}_{{f}}$ એ કેપેસિટર પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર અને ${q}_{{b}}$ એ કેપેસિટર વચ્ચે મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક અચળાંક $k$ ના ડાઇલેક્ટ્રિક ચોચલા પરનો બાઉન્ડ ચાર્જ હોય, તો બાઉન્ડ ચાર્જ $q_{b}$ ને કઈ રીતે દર્શાવાય?

  • [JEE MAIN 2021]

એક ગોળાકાર કેપેસીટરના અંદરના ગોળાની ત્રિજ્યા $12\, cm$ અને બહારના ગોળાની ત્રિજ્યા $13 \,cm$ છે. બહારના ગોળાનું અર્થિંગ $(Earthing)$ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર $2.5\; \mu C $ વિદ્યુતભાર આપેલ છે. બે સમકેન્દ્રિય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રીક અચળાંક $32$ ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે.

$(a)$ કેપેસીટરનું કેપેસીટન્સ શોધો.

$(b)$ અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે?

$(c)$ આ કેપેસીટરના કેપેસીટન્સને $12 \,cm$ ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસીટન્સ સાથે સરખાવો. અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો.

આપેલ સમાંતર પ્લેટ કેપેસીટરના તંત્રને અમુક વિદ્યુતસ્થિમાનના તફાવત વચ્ચે મુકેલ છે. જ્યારે $3\, mm$ જાડાઈ ધરાવતા બ્લોકને કેપેસીટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે તંત્રમાં સમાન વિદ્યુતસ્થિમાનનો તફાવત જાળવી રાખવા માટે પ્લેટ વચ્ચેના અંતરમાં $2.4\, mm$ જેટલો વધારો કરવામાં આવે છે. તો બ્લોકના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • [JEE MAIN 2017]

ધ્રુવીય અણુઓ કોને કહે છે ? તેના ઉદાહરણ લખો. અને અધુવીય અણુઓ કોને કહે છે ? તેના ઉદાહરણ લખો.