$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.

  • A

    $1500$

  • B

    $-1500$

  • C

    $0.15$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ

Similar Questions

આકૃતિઓ $(a)$ અને $(b)$ અનુક્રમે ધન અને ઋણ વિધુતભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે.

$(a)$ સ્થિતિમાન તફાવત $V_P-V_Q$, $V_B-V_A$ નાં ચિહ્ન જણાવો.

$(b)$ એક નાના ઋણ વિદ્યુતભારની $ Q$ અને $P$ તથા $ A$ અને $B$ બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતનાં ચિહ્ન જણાવો.

$(c)$ એક નાના ધન વિદ્યુતભારને $Q$ થી $P$ લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.

$(d)$ એક નાના ઋણ વિધુતભારને $B$ થી $A$ લઈ જવામાં બાહ્યબળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.

$(e)$ $B$ થી $A$ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિઊર્જા વધે કે ઘટે ? 

બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી $\mathrm{r}$ અંતરે રહેલાં બે બિંદુવત્ વિધુતભારો માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.

$1\ g$ અને $10^{-8} \,C$ વિદ્યુતભાર વાળો એક બોલ બિંદુ $A \,(V_A = 600 \,V)$ થી જેનું સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુ $B$ તરફ ગતિ કરે છે. $B$ બિંદુ આગળ બોલનો વેગ $20\, cm\, s^{-1}$ છે. બિંદુ $A$ આગળ બોલનો વેગ.......$cm/s$ માં શોધો.

નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.

વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.

  • [AIEEE 2009]

એક $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $x-$દિશામાં પ્રવર્તતા $E = E _{0}\left(1- ax ^{2}\right)$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં $a$ અને $E _{0}$ અચળાંક છે. શરૂઆતમાં $x=0$ સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે? 

  • [JEE MAIN 2020]