એક સિક્કાને $n$ વખત ઊછાળવામાં આવે છે. જો હેડ $6$ વાર આવવાની સંભાવના એ $8$ વાર હેડ આવવાની બરાબર હોય, તો બરાબર શું થાય ?
$15$
$14$
$12$
$7$
જો $E$ અને $F$ બે સ્વતંત્ર ઘટના છે કે જેથી $E$ અને $F$ બંને બને તેની સંભાવના $\frac{1}{12}$ થાય અને $E$ કે $F$ પૈકી એકપણ ન બને તેની સંભાવના $\frac{1}{2}$ હોય તો $\frac{{P(E)}}{{P\left( F \right)}}$ ની કિમંત મેળવો.
ધારો કે $\quad S =\left\{ M =\left[ a _{ ij }\right], a _{ ij } \in\{0,1,2\}, 1 \leq i , j \leq 2\right\}$ એક નિદર્શાવકાશ છે અને $A=\{M \in S: ~ M$ વ્યસ્ત સંપન્ન છે $\}$ એક ઘટના છે. તો $P(A)=........$
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
વધુમાં વધુ $2$ છાપ મળે.
એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસો ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો.
પાસાઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસાં પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના .......... છે.